1990ના વર્ષમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો નારો દેશભરમાં ગુંજી ઉઠતા અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે કાર સેવાનો લલકાર થતા એ વખતે મોરબીના નાની વાવડી ગામના કે. ડી પડસુંબિયા, નારણ જાદવજીભાઇ પડસુંબિયા , બાબુ મગનભાઇ રૂપાલા, સ્વ.ગુણવંત છગનભાઇ રૂપાલા, ભરત પ્રવીણભાઇ જોશી, ઘનશ્યામ મૈયારામભાઇ રામાવત, પુજારી, શાંતિલાલ નાનજીભાઇ રૂપાલા, મનજી ડાયાભાઇ પડસુંબિયા, કિશોર જગજીવન આશર, ભરત સુંદરજીભાઇ પડસુંબિયા સહિત 14 જેટલા કાર સેવકો રેલવે મારફત અયોધ્યા ગયા હતા. પણ પોલીસની હેરાનગતિથી બચવા જંગલના ભયાનક રસ્તે જવા છતાં પોલીસે ધરપકડ કરીને એક મહિનો સુધી જેલમાં રાખ્યા બાદ છુટકારો થતા ઘરે આવ્યા હતા
મોરબીના નાની વાવડી ગામના કાર સેવક ઘનશ્યામ મૈયારામભાઇ રામાવત કહે છે કે, 1990માં અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે કાર સેવાની હાકલ પડતા તેઓ તેમજ તેમના મિત્રો અને ધર્મધુરંધરો સહિતના મોરનીમાંથી પણ સંખ્યાબંધ લોકો રેલવે મારફત અયોધ્યા જવા નીકળ્યા જો કે કાર સેવા માટે રેલવેમાં ફ્રી મુસાફરી હોવાથી રેલવેમાં તો કોઈ અડચણ નડી ન હતી. પણ અયોધ્યા પહોંચે એ પહેલાં ઉત્તરપ્રદેશની પોલીસના ધાડે ધાંડા ઉયરી પડી ટ્રેન પાસેથી ધરપકડ કરવા લાગતા અમે બધા પોલીસથી બચવા જંગલના રસ્તે નીકળ્યા પણ આ રસ્તો ક્યાં જાય એની ખબર ન પડતી ન હતી. બીજી તરફ પોલીસની હેરાનગતિને કારણે અમે અમારા ગ્રુપમાંથી અલ્હાબાદથી છુટા પડી ગયેલા અને પછી જંગલના રસ્તે અનેક કિમિ યાત્રા વેઠીને મંઝિલ એટલે અયોધ્યા તો ન પહોંચ્યા પણ વચ્ચે રસ્તેથી મારા સહિત ઘણા બધા કાર સેવકોને પકડીને પોલીસે કાશી અને વારાણસીની જેલ ધકેલી દીધા હતા. જેલમાં રાત્રે લાઈટ ન હતી. જેલમાં ગયા બાદ પોલીસે હેરાન કર્યા ન હતા. ક્યાંક લાઠીચાર્જ થયો હતો. પણ અમે જેલમાં સુરક્ષિત હોય અને જેલના સ્ટાફ ઘણી કાચી સામગ્રી લઈ આપે એ સામગ્રીમાંથી અમે જાતે રાંધીને ખાતા એટલું જ નહીં જેલની મોકળાશ હોય જુદી જુદી રમતો પણ રમતા, એક મહિનો જેલમાં રહ્યા પણ ખબર ન પડી કે આ ખરેખર જેલ છે કે ઘર ? કારણ કે જેલમાં ઘરની જેમ જ રહેતા કોઈ રોકવાવાળું કે ટોકવાવાળું હતું જ નહીં. એક મહિનો પછી શાંત વાતાવરણ થતા ખુદ પોલીસ જ અમને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા લઈ ગયેલી પણ ત્યાં શાંતિમાં પલિતો ન ચપય એટલે રામલલ્લાનો એ ભાગ બંધ કરી દેતા અમે દૂરથી દર્શન કરીને એક મહિના પછી ફરી ફ્રીમાં રેલવેની મુસાફરી કરી હતી. પણ ત્યારે ટ્રેનમાં એક સરદારજી ટીસી તરીકે આવી ટીકીટ માંગી અને ટીકીટ ન હોય તો દંડ ભરો એવું કહેતા અમે ઘણા બધા કાર સેવકો ગભરાય ગયા હતા. કારણ કે પૈસા હતા જ નહીં. પણ આખે આખી ઘણી બોગીઓ કાર સેવકોથી ન ભરેલું હોય એ સરદારજીએ પછી હળવો મૂડ અપનાવી ટિકટ ન હોય તો રામઘુન બોલવાનું કહેતા હાશકારો થયો હતો. પણ વચ્ચે જંગલ જેવા વિસ્તારમાં અન્ય લેભગુઓનો ખતરો ઉભો થતા ટ્રેનમાંથી અધવચ્ચે અટકી ગયા અને એક ગામ ગયા પણ ત્યાં બધી મહિલાઓ હતી કારણ કે બધા પુરુષો કાર સેવામાં ગયેલા, ત્યારબાદ અન્ય કોઈ લોકો ત્યાં બળપ્રયોગ કરવા ત્યાં આવી પહોંચતા આ ગામની મહિલાઓએ તેમનો નિદરતાથી સામનો કરી અમને બધાને બચાવ્યા અને એક મહિના બાદ ઘરે પહોંચ્યા ત્યારે જીવ હેઠો બેઠો અને હવે રામ મંદિર સાકાર થતા એ બધા જખ્મો ઉપર રૂઝ આવી ગઈ છે.