Sunday - May 03, 2026

મોરબીના સંતોષભાઈએ કાશ્મીરમાં આંતકી હુમલા બાદ પરિસ્થિતિ નિયત્રણ હેઠળ હોવાની માહિતી આપી

મોરબીના સંતોષભાઈએ કાશ્મીરમાં આંતકી હુમલા બાદ પરિસ્થિતિ નિયત્રણ હેઠળ હોવાની માહિતી આપી

જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા પ્રવાસીઓ ઉપર સૌથી મોટો આંતકી હુમલો કરવામાં આવ્યો છે. આ આંતકી હુમલામાં નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. તેથી સમગ્ર દેશ ભયભીત બન્યો છે. મોટાભાગના લોકો કાશ્મીરમાં ફરવા જવાનું ટાળી રહ્યા છે. ત્યારે મોરબીના સંતોષભાઈ નામના નાગરિક હાલ કાશ્મીરના પ્રવાસે છે અને તેઓ વિડીયો કોલ કરીને કાશ્મીરના વિવિધ વિસ્તારો દેખાડ્યા હતા. જ્યાં આંતકી ઘટના બની હતી તે સ્થળને પણ દર્શાવ્યું હતું અને કાશ્મીર આંતકી હુમલા બાદ પણ લશ્કર અને પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવાથી હાલ પરિસ્થિતિ અરાજકતાભરી નહિ પણ અન્ડર કન્ટ્રોલ હોવાનું જણાવ્યું હતું. કાશ્મીરમાં ફરવા ઇચ્છતા લોકો માટે હાલ કાશ્મીરમાં સુરક્ષિત વાતાવરણ હોવાનું જણાવ્યું છે.