મોરબી સબજેલમાં હત્યાના ગુન્હાના કેદીનું ટીબીથી મોત

મોરબી સબજેલમાં હત્યાના ગુન્હાના કેદીનું ટીબીથી મોત

મોરબી સબજેલમાં હત્યાના ગુન્હામાં સજા ભોગવી રહેલા કેદીનું ટીબીની બીમારીને કારણે મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ કેદીને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં હાલમા મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા આરોપી અર્જુન જવરચંદ ગામર ઉ.વ. 35 મૂળ રહે.કુલપલા ગામ, ધાર, મધ્યપ્રદેશ વાળાને ટીબીની બીમારી સબબ પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.