Thursday - Apr 16, 2026

મોરબીમાં ભાગવત કથામાં પ્રેરણાદાયી પહેલ, 115 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં ભાગવત કથામાં પ્રેરણાદાયી પહેલ, 115 લોકોએ કર્યું રક્તદાન


મોરબી : મોરબીમાં અવની ચોકડી પાસે બોનીપાર્કની પાછળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન 11 વાડી સમસ્તના ડાભી, કંઝારિયા, ચાવડા અને પરમાર પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સેવાના ભાવ સાથે 115 રક્તદાતાઓએ રક્તદાન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ ડાભી, મોરબી સતવારા બ્લડ ગ્રુપ તેમજ 11 વાડી સમસ્તના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ધાર્મિક પ્રસંગની સાથે માનવ સેવાના આ કાર્ય દ્વારા યુવાનોએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને સહયોગી યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.