Saturday - Apr 18, 2026

હળવદના મયાપુર ગામે ખેતર અમારું છે કહી મહિલા અને આધેડને માર માર્યો

હળવદના મયાપુર ગામે ખેતર અમારું છે કહી મહિલા અને આધેડને માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના મયાપુર ગામની સીમમાં વાડી ધરાવતા દલવાડી આધેડ અને મહિલાને ખેતર ખાલી કરી દેવાનું કહી છ શખ્સોએ હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના મયાપુર ગામે રહેતા ફરિયાદી બળદેવભાઈ ભુદરભાઈ કણઝારિયા ઉ.50 નામના આધેડે આરોપી દિલીપ ધરમશીભાઈ પટેલ, મુનાભાઈ ભરવાડ રહે.બન્ને હળવદ તેમજ અન્ય ચાર અજાણ્યા શખ્સોએ તેમના ખેતરે આવી આ ખેતર અમારું છે કહી ઝઘડો કર્યો હતો.બાદમાં ફરિયાદી તેમજ સાહેદ રમીલાબેનને લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે બળદેવભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.