Sunday - Oct 13, 2024

મોરબીના શક્તિનગર ગામની આસપાસ, અન્ય ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ વર્ષોથી બિસમાર

મોરબીના શક્તિનગર ગામની આસપાસ, અન્ય ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ વર્ષોથી બિસમાર

 મોરબીના શક્તિનગર ગામની આસપાસ એટલે અન્ય ગામોને જોડતા શક્તિનગર ગામ સુધીના મુખ્ય રસ્તા એટલી હદે ખરાબ થઈ જતા અનેક રજુઆત કરવા છતાં પણ રોડ બનાવવા માટે યોગ્ય કામગીરી ન કરાતા ગામલોકો ભારે હેરાન પરેશાન થયા હોય પછી રોડના કામો શરૂ થતા એકદમ મંથરગતિએ કામ થતું હોય અને ઘણીવાર આ ખરાબ રસ્તાથી જીવલેણ અકસ્માતો સર્જાતા કોઈનો માઇનો માલ, કધોતર પુત્ર અને નવોઢાનો ચુડીને ચાંદલો છીનવાઈ જાય છે.

મોરબીના શક્તિનગર ગામના યશપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે તે સમયે આશરે 45 વર્ષ પહેલાં બાજુના રવાપર નદી ગામથી અલગ પડીને શક્તિનગર ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. આશરે 450થી વધુની આસપાસ વસ્તી ધરાવતા આ ગામમા વસ્તીને આધારિત છ ધોરણ સુધીની સ્કૂલ હોય અને ગામમાં 50 ટકા શિક્ષિત વર્ગ છે. જો કે ગામમાં પીવાના પાણીની ઓછી રામાયણ અને સ્કૂલ, લાઈટો સહીતની સુવિધા ઉપલબ્ધ હોય એની સામે મહત્વની સુવિધાઓ જેવી કે, આંગણવાડી અને બાગ બગીચા સહિતની સુવિધાઓનો અભાવ છે. મોરબીના સમૃદ્ધ ભરતનગર, અમરનગરની બાજુમાં આવેલ શક્તિનગર ગામમાં અમુક પ્રશ્નો ગ્રામજનોને પજવે છે.  જેમાં ખાસ કરીને સૌથી મોટા પ્રશ્ન મુજબ શક્તિનગર ગામથી રવાપર નદી ગામના પાટિયા, ભક્તિનગરથી હાઇવેને ટચ થતો લાંબો માર્ગ લાંબા સમયથી બિસમાર હાલતમાં છે. તેમજ આ ગામને બીજા અનેક ગામોમાં અવરજવરના માર્ગો પણ એકદમ ભંગાર હાલતમાં હોય આ ગામના લોકોને અત્યારે તો ખાડા ખબડાનું ધ્યાન રાખીને જ વાહન ચલાવે છે. પણ ચોમાસામાં આ ખરાબ રોડ એટલો બદતર થઈ જાય કે એના પરથી પસાર થવું એ મોતના મુખમાં જવું બરોબર છે.

આના કરતાં તો અંગ્રેજો શુ ખોટા હતા ?

અંગ્રેજી હુકુમતનું શાસન ઉખાડીને 1947માં ભારત દેશને ગુલામીથી મુક્ત કરી થોડા વર્ષોમાં જ કાયદા કાનુનથી રચાયેલું વિશ્વનું સૌથી મોટું બંધારણને અમલમાં મુકતા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં નિર્દોષને સજા ન થાય એ માટેના કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી ગુન્હો કર્યા વગર માલેતુજાર વર્ગ છૂટી જતો હોવાની વચ્ચે દેશના સંસદથી ગ્રામ પંચાયત સુધીના નેતાઓએ પોતાની જવાબદારીની ફેંકાફેકી કરીને સુવિધા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરી જ નથી. આટલા વર્ષો બાદ પણ સુવિધાઓ માટે આપણે ચૂંટેલા અને આપણી વચ્ચે રહેલા નેતાઓ દરેક વખતે પ્રજાને મુખ બનાવતા હોય તો એના કરતાં અંગ્રેજો શુ ખોટા હતા ? જો કે અંગ્રેજોએ આપણા પૂર્વજો, ક્રાંતિકારીઓ ઉપર ભારે જોર જુલમ ગુજાર્યો હતો. એમની માંગ આઝાદીની હતી. એટલે પોતાના શાસન ડગમગી ઉઠતા અગ્રણી હુકુમતે દરેક વખતે તેમના શાસન સામે અવાજ ઉઠાવનારનું ગળું ઘોટી દેતા. એટલે અંગ્રજી હુકુમતની તાનાશાહીએ ભારતમાં વેરેલી વિનાશ અને અત્યાચાર ક્યારેય ભૂલી નહિ શકાય. શાસન ટકાવી માટે અંગ્રેજો ગમે તે હદે જતા. પણ જો અત્યારે અંગ્રેજી હુકુમત હોત તો કડક અનુશાસન અને શહેરો તો ઠીક પણ ગામડાને પણ અદભુત સુવિધાઓ મળી રહેત.જો કે અમદાવાદમાં હવે છેક અધ્યત ટેકનોલોજી ધરાવતી ગુડ્સ ટ્રેન શરૂ થઈ પણ કદાચ અંગ્રેજી હુકુમત હોત તો શહેરોનો આખો નકશો જ બદલાય ગયો હોત અને ગામડે ગામડે અમદાવાદ જેવી ટ્રેનો દોડવા લાગી હોત, પણ એ સુવિધાઓ આપણા તમામ ક્રાંતિકારીના ભોગે તો કોઈ કાળે પરવડે એમ નથી તેવું પ્રબુદ્ધ નાવરિકોએ જણાવ્યું છે.