મોરબી:– મોરબીના ઘુનડા સજનપર ગામે અપના ગ્રુપ તથા સમસ્ત ગામ દ્વારા તારીખ 16/08/2025 ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8:00 કલાકે રામજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે, જે ગામના મુખ્ય માર્ગો પર થી પસાર થશે ત્યાર બાદ બપોરે 11:00 કલાકે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટુકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે,ત્યારે આ ભક્તિ,આનંદ અને એકતાના ઉત્સવમાં તમામ ગ્રામ જનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.